ગાંધીનગર: ગાંધીનગરના જાણીતા સેન્ચુરિયન બ્લડ ડોનર શશિકાંત મોઢા દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મદદથી સેક્ટર-૪એમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં આયોજક શશિકાંત મોઢાએ ૧૪૨મી વાર રક્તદાન કર્યું હતું. આ રકતદાન કેમ્પમાં ગાંધીનગરના મેયર રીટાબેન પટેલે ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
કારોના મહામારી ના પગલે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં રક્તના પુરવઠાની અછત સર્જાઈ હતી જેને અનુલક્ષીને ગાંધીનગરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ સામાજિક સંગઠનો અને રકતદાતાઓ દ્વારા મોટા પાયે વારાફરથી રક્તદાન શિબિરોનું આયોજન કરી બ્લડ બેન્કને મદદરૂપ થવાનો પ્રયાસ હાથ ધર્યો છે. રક્તની અછતને કારણે થેલેસેમિયા તથા કિડનીના રોગો જેવા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ છેલ્લા એકાદ માસમાં વિવિધ રકતદાન શિબિરોના આયોજન પતિ ગાંધીનગર બ્લડ બેન્કને નોંધપાત્ર સંખ્યામાં રક્તનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.
શહેરના જાણીતા સેન્ચુરિયન રક્તદાતા શશિકાંત મોઢા દ્વારા સે.૪અે ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગાંધીનગર અને અમદાવાદના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કર્યુ હતું. આ રક્તદાન કેમ્પમાં આયોજક શશિકાંત મોઢાએ ૧૪૨મી વાર રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત આ રક્તદાન કેમ્પમાં જાણીતા મહિલા અગ્રણી અને કોર્પોરેટર હર્ષાબા ધાંધલે પણ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે શશિકાંત મોઢા ઉપરાંત પ્રવિણ ધંધુકીયા, સુરેશ જાવલ, હરસુખ અગ્રાવત, જયેશ ધ્રુવ, સુશીલ વ્યાસ, જીલુભા ધાંધલ, નિલેન્દુ વોરા, મુકેશ શુક્લ અને વિનોદ જોશીઅે સહયોગ પુરો પાડ્યો હતો.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube