ગાંધીનગર: કોરોનાએ જો તરફ કાળો કેર વર્તાવ્યો છે પરંતુ નાગરિકો પણ હિંમત હાર્યા વિના આ મહામારીનો મુકાબલો કરી રહ્યા છે. નિરમા યુનિવર્સિટીની ઇજનેરી શાખમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી આયુષી બાયોન્ડ નામની વિદ્યાર્થિની દ્વારા પોતાના ઘરની વેસ્ટમાં પડેલી ચીજવસ્તુઓ દ્વારા સેનેટાઈઝિંગ ટનલ બનાવી પોતાની સોસાયટીના પ્રવેશદ્વારે લગાવી છે જેથી સોસાયટીમાં પ્રવેશનાર કોઇ પણ નાગરિક સેનેટાઇઝ થઇને જ પ્રવેશ મેળવે.
આયુષી બાયોન્ડે “વેસ્ટ માંથી બેસ્ટ”ના અભિગમ સાથે પોતાના ઘરના આરો સિસ્ટમની મોટર, વોટર પંપ તથા વોટર પાઇપ તેમજ બગીચાના સ્પિન્ક્લર્સ અને નકામાં પડેલા જૂના શેડના પાઇપ તથા સળિયાનો ઉપયોગ કરીને ફુલ બોડી સેનેટાઈઝિંગ ટનલ બનાવી છે. આ ટનલમાંથી પસાર થનાર પર સેનેટાઈઝર નો એવી રીતે છંટકાવ થાય છે જેના કારણે પસાર થનારા વ્યક્તિનું ફુલ બોડી સેનેટાઇઝ થઈ જાય છે. આ સેને રાઇઝિંગ ચેનલ તેણે પોતાની સોસાયટી રત્નમ એપાર્ટમેન્ટ-૧ના પ્રવેશદ્વારે લગાડી છે. સોસાયટી પ્રત્યેના તેના આ અભિગમને અને તેની આવડતને સોસાયટીના રહીશો બિરદાવી રહ્યા છે.