ગ્રાહક કે કર્મચારીને કોરોના સંક્રમણ લાગે નહિ તે માટે આધુનિક ટેકનોલોજી સાથે તમામ પ્રકારના સુરક્ષાના પગલાં લેવામાં આવશે : ગ્રાહકોની અગાઉથી એપોઈંનમેંટ વગર કામ નહીં કરાય
કોરોના કોવિડ-૧૯ વાયરસને કારણે ફેલાયેલી કટોકટીમાં છેલ્લા બે માસથી દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે આ સ્થિતિમાં અનેક વેપાર-ધંધા અને વ્યવસાયો ફરજિયાત બંધ કરી દેવાયા છે. હવે જ્યારે તા.૧૮મી મે, સોમવારથી લોકડાઉન-૪ નવા નીતિનિયમો સાથે બહાર પાડવામાં આવ્યું છે અને રાજ્ય સરકારે જ્યાં રેડ ઝોન વિસ્તાર છે તે સિવાયના વિસ્તારોમાં મોટાભાગના વ્યવસાયને શરતી છૂટ આપી છે. આ વ્યવસાયમાં બ્યુટી પાર્લર અને બ્યુટી સલૂનનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરના સેક્ટર-૨૬ ખાતે જાણીતા ઉમંગ બ્યુટી પાર્લરના સંચાલિકા બ્યુટિશિયન પૂનમ સિંઘે જણાવ્યુ છે કે તેઓ કોરોના વરસ સંક્રમણના જોખમને ખૂબ સારી રીતે સમજે છે અને તેમના ગ્રાહકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા સાથે પોતાના કર્મચારીઓ અને પોતાની પણ સુરક્ષાના તમામ પગલાંના ભાગ રૂપે આધુનિક ઉપકરણોથી સુસજ્જ છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત સરકારના તમામ નોર્મ્સનું યોગ્ય રીતે પાલન થાય તે રીતે કામ કરવા સંપૂર્ણ આયોજન કરી ચૂક્યા છે જેના કારણે ગ્રાહકો નિશ્ચિંત થઈ તેમની સેવાઓ પ્રાપ્ત કરી શકશે.
બ્યુટિશિયન પૂનમ સિંઘે “mygandhinagar.in” ને જણાવ્યુ હતું કે “હવે અમે ગ્રાહકોની અગાઉથી એપોઈંનમેંટ વગર કામ કરીશું નહીં અને અગાઉ જ્યાં અમારા પાર્લરમાં ગ્રાહકો માટે જે વેઇટિંગ રૂમ હતો તેને દૂર કરી દીધો છે, તેને સ્થાને અમે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને વધુમાં વધુ માત્ર ૨ કસ્ટમર બેસી શકે તેટલી જ સિટિંગ એરેંજમેંટ કરી દીધી છે જેથી કસ્ટમર જો આપેલ સમય કરતાં વહેલા આવી જાય તો ટેમેન ત્યાં બેસાડી શકાય. અમારો ગ્રાહકને આગ્રહ રહેશે કે તેઓ એપોઈંનમેંટ આવે નહીં અને તેમણે જે સમયા આપવામાં આવ્યો હોય તે સમયે જ પાર્લર પર આવે. વળી, જ્યારે ગ્રાહક અમારે ત્યાં આવશે એટલે સૌ પહેલા તેનું થર્મલ સ્કેનરથી ટેમ્પરેચર સ્કેનિંગ કરવામાં આવશે અને જો તેમાં ગ્રાહકનું ટેમ્પરેચર વધુ જણાશે તો તેને બીજા દિવસે આવવા અને પોતાનું મેડિકલ ચેકઅપ ક્રરાવવા સલાહ આપવામાં આવશે. આ નિયમો અમારા એમ્પ્લોઈઝને પણ લાગુ પડશે અને જ્યારે તેઓ કામ પર આવશે ત્યારે દરરોજ પહેલા તેમનું ટેમ્પરેચર ચેક કરીશું અને જેનું ટેમ્પરેચર વધુ હશે તેને તે દિવસે ઘરે પાછા મોકલી દેવામાં આવશે.
ગ્રાહકો તથા કર્મચારીઓના થર્મલ સ્કેનિંગનું રજીસ્ટર પણ મેનટેઇન કરવામાં આવશે. જે ગ્રાહકોનું ટેમ્પરેચર નિયત મર્યાદામાં હશે તેમને અમે પગરખાં બહાર ઉતારી ડિસ્પોઝેબલ શૂઝ પહેરી લેવા જણાવીશું જેની સુવિધા અમે જ પૂરી પાડીશું. દરેક ગ્રાહકે ફરજિયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે અને માસ્ક વગર કોઈને પણ પ્રવેશ મળશે નહીં તેમજ પાર્લરના રિસેપ્શન પર ઉપલબ્ધ ઓટો સેનેટાઇઝર મશીનથી હેન્ડ સેનેટાઈઝ કરી લેવાના રહેશે. અમારી સર્વિસ ચેર પણ સેનેટાઈઝ કરેલી હશે જેને દરેક વખતે ગ્રાહકનું કામ પત્યા પછી ફરી સેનેટાઈઝ કર્યા બાદ જ ફરી ઉપયોગમાં લેવામાં આવશે. અમારા ફેસિયલ રૂમમાં ગ્રાહકો માટે 5 ચેર છે તેમાથી અલ્ટર્નેટ ચેર ઉપયોગમાં લેવાશે એટલે કે હવે એક સાથે પાંચ ને બદલે અમે ત્રણ જ કસ્ટમરને ફેસિયલ કરીશું જેથી ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાય. વેક્સ રૂમમાં પણ કુલ ત્રણ પૈકી વચ્ચેની એક ચેર હવે ખાલી રહેશે જેથી હવે એક સાથે ત્રણ ને બદલે એક જ ગ્રાહકને સર્વિસ આપવામાં આવશે અને વેક્સ લગાડવા માટે ડિસ્પોઝેબલ વુડન સ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે. અમારા દરેક કર્મચારી પીપીઈ કીટ પહેરીને જ વારાફરથી કામ કરશે અને દરેક કામ બાદ તેમણે હેન્ડ ગ્લોવ્ઝ બદલી નાખશે.”
ઉમંગ બ્યુટી પાર્લરમાં ગ્રાહકોને જે બેડ પર બ્યુટી ટ્રીટમેંટ સર્વિસ આપવામાં આવશે તેની બેડશીટ પણ ડિસ્પોઝેબલ વાપરશે અને દરેક ગ્રાહકોને નવો ડિસ્પોઝેબલ ગાઉન પહેરવા અને ડિસ્પોઝેબલ ટોવેલ વાપરવા આપવામાં આવશે. કસ્ટમરને હેરકટિંગ કે અન્ય સેવામાં વાપરવામાં આવતા બ્રશ, સીઝર્સ, કોમ્બ, સેકસન પીનો વગેરેને કામ પત્યા પછી વોશિંગ પાવડરમાં વશ કરી ડ્રાય કરી દેવામાં આવશે. ફેસિયલ પણ હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને કરવામાં આવશે જે કદાચ શરૂઆતમાં ગ્રાહકોને નવું લાગશે પરંતુ અમને વિશ્વાસ છે કે ધીમે ધીમે ગ્રાહક તે સ્વીકારી લેશે તેવું જણાવતા પૂનમ સિંઘે કહ્યું હતું કે “ ફેસિયલમાં ફ્લૂઈડ એરિયા માટે સ્પ્રે મશીન, અલ્ટ્રાસોનિક મશીન, આરએફ મશીન વગેરેનો ઉપયોગ કરાશે જે સ્કીન પર ઊંડે સુધી પેનિટ્રેટ કરી શકે છે.
આઇબ્રો કરવા માટે અમે 3G વેક્સનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરીશું આમ છતાં જો કસ્ટમરને થ્રેડીંગનો આગ્રહ હશે તો તેમાં પણ કસ્ટમર અને કર્મચારી બંનેએ માસ્ક પહેરીને જ કરવાંમાં આવશે. અમારા કામમાં મેકઅપ ખુબજ અગત્યનું કામ છે જેમાં ગ્રાહકના ચહેરાની નજીકથી કામ કરવું પડે છે પરંતુ તે પણ કર્મચારી માસ્ક પહેરીને જ શક્ય હોય તેટલી દૂરી બનાવીને કામ કરશે.” તેમણે વધુમાં જણાવ્યુ હતું કે “અમે નિરંતર O–3 અને Schwarzkopzના ઓનલાઈન ટ્રેનીંગ સેશન્સ એટેન્ડ કરીયે છીએ જે બ્યુટી પાર્લરના કામ માટે અત્યાધુનિક ટેક્નિક શીખવાડવા સાથે અમારું બ્યુટી પાર્લર પણ અત્યાધુનિક છે કે નહીં તે ચેક કરે છે. તે માટે તે અમારી રોજ પરીક્ષા પણ લે છે અને યોગ્ય સુવિધા જણાતા પ્રમાણપત્ર પણ આપે છે. તેના ઘણા બધા પ્રમાણપત્રો અમને મળ્યા છે.”
ટૂંકમાં હવે આગામી સમયમાં ગાંધીનગરના સેક્ટર 26 ખાતેના ઉમંગ બ્યુટી પાર્લરમાં આવનાર દરેક ગ્રાહક કે કર્મચારીને કોરોના સંક્રમણ લાગે નહિ કે તેઓ કેરિયર બની પ્રવેશી શકે નહીં તે માટે આધુનિક ટેકનોલોજી સાથે તમામ પ્રકારના સુરક્ષાના પગલાં લઈને જ વ્યવસાય ચલાવવામાં આવશે જેથી અહી ગ્રાહકો નિશ્ચિંત થઈને પોતાની બ્યુટી ટ્રીટમેંટ કરાવી શકે છે અને સરકારી તંત્ર પણ જ્યારે ઈચ્છે ત્યારે આ સુરક્ષાની વ્યવસ્થાને તપાસી શકે છે તેવો દાવો સંચાલિકા પૂનમ સિંઘ કરી રહ્યા છે.
એપોઈંનમેંટ (માત્ર બહેનો) માટે: +91 98243 98704
Umang Beauty Care Facebook: https://bit.ly/3dVV0H5
Umang Beauty Care Instagram: https://www.instagram.com/umangbeautycare/
Umang Beauty Care Website: www.umangbeautycare.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar.