ગાંધીનગર: કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એસ.કે પટેલ ઇન્સ્ટીટયુટ દ્વારા હાલના લોકડાઉનના સમયમાં “હેલ્ધી એટ હોમ ફિઝિકલ એન્ડ મેન્ટલ” વિષય ઉપર ગુરુવારે રોજ ડીન ડો. ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતો જેમાં જાણીતા ડાયેટીશીયન સપના વ્યાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વેબિનારનું આયોજન ડો સોનુ ગુપ્તા અને ડો કૃપા મેહતા ઇવેન્ટ કોઓર્ડીનેટર દ્વારા આવ્યું હતું. આ ઉપરાંત સંસ્થાના ડો પ્રકાશ ચાવલા, પ્રો. પર્નીકા જહા, ડો રંજની શ્રીનીવાસન, ડો સંધ્યા હરકાવત, ડો શ્વેતા મેહતા, ડો જિન્સી મેથ્યુ, પ્રો કવન રાણા, પ્રો પ્રીતિ મારવાહે વેબિનારને સફળ બનાવવામાં અગત્યનો ભાગ ભજ્વ્યો હતો. આ વેબિનાર માં ૯૦ જેટલા લોકો એ ભાગ લીધો હતો.