ગાંધીનગર : કેન્દ્ર સરકારે લોકડાઉન-૪નું રંગરૂપ કેવું રાખું તે અંગે રાજ્ય સરકારોને સત્તા આપી દીધી છે જેને કારણે ગુજરાતમાં રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ લોકડાઉન-૪ હળવું કરી દેવામાં આવ્યું છે અને મોટાભાગના વેપાર-ધંધાને શરૂ કરવા પરવાનગી આપવામાં આવી છે. જોકે આ સાથે સરકારે કેટલીક શરતો અવશ્ય લાદી છે જેમકે રેસ્ટોરન્ટ માટે સરકારે માત્ર હોમ ડિલિવરી અથવા પાર્સલ ઓર્ડર્સ જ કરવાની છૂટ આપી છે. કોઈ રેસ્ટોરન્ટ કે હોટેલ તેના પરિસરમાં ડાઈનિંગ શરૂ કરી શકશે નહીં તેવી શરત સાથે ગુજરાત સરકારે આપેલી આ છૂટ રેસ્ટોરન્ટ માલિકો માટે તદ્દન નકામી સાબિત થઈ રહી છે જેનું એકમાત્ર કારણ સરકારે બાંધેલી સમય મર્યાદા છે.
રાજ્ય સરકારે છૂટ આપેલા દરેક વેપાર-વ્યવસાયને માત્ર બપોરના ૪ વાગ્યા સુધીની છૂટ આપી છે જેના કારણે રેસ્ટોરન્ટ ધારકોને સરકારે લોકડાઉન-૪માં આપેલી છૂટછાટનો કોઈ અર્થ રહેતો નથી કેમકે મોટાભાગનો રેસ્ટોરન્ટ બિઝનેસ સાંજના વકરા પર નભે છે. તમે કોઈ પણ હોટેલ કે રેસ્ટોરન્ટ માલિકને પૂછશો તો જણાશે કે તેમના ધંધામાં સાંજે પાંચેક વાગ્યા પછી જ ખરી ચહલ પહલ શરૂ થાય છે અને તેમાં પણ જે હોમ ડિલિવરી કે પાર્સલ સર્વિસની સરકારે છૂટ આપી છે તેનો કોઈ મતલબ રહેતો નથી કેમકે સવાર થી લઈને સાંજ સુધીમાં જે બિઝનેસ થાય તેમાં તો એક કર્મચારીનો પગાર પણ નીકળે નહીં અને સરવાળે ખોટનો ધંધો સાબિત થાય, તો કોઈ સામે ચાલીને ખોટનો વેપલો કોણ કરવાનું હતું? આજ કારણથી ગાંધીનગરમાં હજુ સુધી કોઈ પણ જાણીતી હોટલ કે રેસ્ટોરન્ટ દ્વારા આ સુવિધા શરુ કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું નથી. રેસ્ટોરન્ટ પર સરકારે આપેલી છુટછાટ અનુસાર કામકાજ ચાલુ કરવા માટે મુખ્ય ત્રણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સૌથી પહેલા તો સ્ટાફની અછત છે કેમકે મોટાભાગના કારીગરો તેમના વતન પાછા જતા રહ્યા છે જે તુરંત પાછા ફરી શકે તે શકયતા ઓછી છે.
અંહી જેટલા કારીગર હાજર છે તેનાથી કામકાજ શરૂ કરે તો પણ વાનગીઓ બનાવવા માટે કાચી માલસામગ્રીની સમસ્યા પણ નદી શકે છે કેમ કે ગાંધીનગરની દરેક સારી રેસ્ટોરન્ટ કે હોટલ તેના મેનું માટેનું રો-મટિરિયલ્સની ખરડી મોટે ભાગે અમદાવાદથી કરે છે અને અત્યારે અમદાવાદની જે સ્થિતિ છે તે જાતાં ત્યાંથી રો-મટિરિયલ ખરીદવું એટલે કોરોના સંક્રમણને સામે ચાલીને નિમંત્રણ આપવું. જો સ્થાનિક બજારમાં મળતા રો-મટિરિયલ્સ આધારિત મેનુ ઓછું રાખે તો તો કોઈ ઓર્ડર જ મળે તેમ નથી. જેમ કે ચાઈનીઝ કે ઈટાલિયન ફુડ ટેક અવે અથવા હોમ ડિલીવરીમાં વધુ પસંદગી પામે છે પરંતુ તેમાં વપરાતા વિદેશી વેજીટેબલ્સ ગાંધીનગરમાં ઉપલબ્ધ નથી હોતા.’ આ બંને કારણોથી પણ વધુ મોટી સમસ્યા ટાઈમિંગની છે. હોમ ડિલીવરીમાં ફાસ્ટફુડ, પીઝા, બર્ગર જેવી આઈટમોનો સૌથી વધુ બીઝનેસ હોય છે અથવા પાઉંભાજી, પુલાવ, વડાપાઉં જેવી આઈટમોના ઓર્ડસ વધુ હોય છે પરંતુ આ તમામ ઓર્ડસ સાંજના સમયના હોય છે. અમારા ટેકઅવે કે હોમ ડિલીવરીના ઓર્ડસમાં આશરે ૯૦ ટકા બીઝનેસ સાંજના ૪ થી ૧૦ વાગ્યા સુધીનો હોય છે જયારે સરકારે ૪ વાગ્યા સુધીની જ છુટ આપી છે તેથી આ સુવિધા અમે ગેમ તેમ કરીને ચાલુ કરે તો પણ તે નુકસાન કરનારી સાબિત થાય અને રોજ તૈયાર કરેલ સામગ્રી ફેંકી દેવાનો વારો આવી શકે છે.’ આ પરિસ્થિતીનો શહેરના દરેક રેસ્ટોરેન્ટ-હોટલ ધારકોને સામનો કરવો પડી રહ્યો હોવાથી સરકારે છુટ આપવા છતાં ગાંધીનગરમાં હજુ એક પણ હોટલ રેસ્ટોરન્ટને કામકાજ શરુ કરવા શકય બન્યાં નથી.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube