ગાંધીનગર: સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોર્મસ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (SACCI) માં માર્ગદર્શક મંડળમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની નિમણૂક થઈ છે. ગુજરાતમાંથી રંજનબેન ભટ્ટ અને શૈલેપ મહેતા ઉપરાંત નામાંકીત ઉદ્યોગપતિ ચંદુભાઇ પટેલની પણ પસંદગી થઈ છે.
સાર્ક દેશોમાં ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંક્પ્ અફઘાનિસ્તાન , પાકિસ્તાન. માલદીવનો સમાવેશ થાય છે. સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રી (SACCI) માં નાના-મોટા ઉઘોગોને લઈ ભારત સરકારની નીતિઓ… ઉધોગોનો વિકાસ એજ્યુકેશન અને પ્રમોશન વગેરે જેવી મહત્ત્વની બાબતો પણ ધ્યાન કૅન્દ્રીત કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી વડોદરામાંયી ફક્ત સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય શૈલેષ મહેતાની પસંદગી કરવામાં આવી છે. જે સમાચાર સાંભળતાનીં સાથે જ ગુજરાત ના ભાજ઼પી કાર્યકરતાઓ સહીત ઉદ્યોગપતિઓ માં ખુશીનો માહોલ છવાયો હતો. અત્રે માર્ગદર્શક મંડળમાં સમાવેશ થતા ગુજરાતના સચિવ શ્રી દિવ્ય ત્રિવેદી એ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ , ધારાસભ્ય શ્રી શૈલેષ શુક્લ અને નામાંકિત ઉદ્યોગપતિ શ્રી ચંદુભાઈ પટેલ ને રાજ્ય ના હોદ્દેદારો વતી શુભકામનાઓ પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે SACCI ના ગુજરાતના સચિવ તરીકે દિવ્ય ત્રિવેદી જવાબદારી અદા કરી રહ્યા છે. શ્રી દિવ્ય ત્રિવેદીએ વધુમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં સાર્ક દેશોની સાથે સાથે ભારત સરકાર ના લઘુ , સૂક્ષ્મ અને માધ્યમ મંત્રાલયની સાથે રહીને ઉદ્યોગ જગત ના પ્રશ્નોને વાચા આપીને પ્રશ્ન નો નિકાલ કરવામાં અગ્રેસર રહેશે. શ્રી દિવ્યે જણાવ્યું હતું કે SACCI ગુજરાત સહીત ભારત ના તમામ ઉદ્યોગ જગતનો અવાજ બનશે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી માં ૫ મિલિયન કરોડ ઈકોનોમી ના સપનાને સાર્થક કરવા માટે જહેમત ઉઠાવશે.
માહિતી: દિવ્ય ત્રિવેદી (ગાંધીનગર)
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download MyGandhinagar App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube