ગાંધીનગર કોરોના વાઈરસ – કોવિદ- ૧૯એ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છેત્યારે તેનો પડકાર કરવા માટે અને લડવા માટે વહીવટીતંત્ર અને પ્રજાતંત્ર કમરકસી રહ્યું છે. જનતા કર્ફ્યું, લોકડાઉન, દિપોત્સવ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહતકાર્યો, કીટ વિતરણ, સેનેટાઈઝેશન, હોમિયોપથી દવાનું વિતરણ, રાશન વિતરણ, ભોજનની વ્યવસ્થા, માસ્ક વિતરણ જેવા અનેક પગલાં લેવાઈ રહ્યાં છે. ત્યારે ચિલોડા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શાળામાં ભણતાં વિદ્યાર્થીઓની ૨૧ વિધવા નિરાધાર માતાઓને શિક્ષકોએ પોતાનો ફંડફાળો આપી અનાજ-કરિયાણાની ૨૧ કિટ બનાવી આ લાભાર્થી બહેનોને પહોંચાવામાં આવી હતી. શાળાના શિક્ષકો સંજયભાઈ પટેલ, આચાર્ય હર્ષદભાઈ પટેલ તથા એન.એમ.સી.ના શિક્ષણવિદ નટુભાઈ પટેલ આ ઉમદા કાર્યમાં સહભાગી બન્યા હતા.