fbpx

ગાંધીનગરનું હવામાન બદલાયું : કમોસમી વરસાદને કારણે કોરોના સહિત વાઇરલ બિમારીઓ વધવાની દહેશત

ગાંધીનગરમાં ફરી એકવાર હવામાનમાં આવેલા જોરદાર પલટાને કારણે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે. સ્થિત એક તરફ નોવેલ કારોના વાયરસનું જોખમ હજુ શહેરીજનોના માથે તોળાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ગઇકાલે રાત્રે વરસેલા કમોસમી વરસાદના ઝાપટાને પગલે શહેરમાં રોગ જન્ય જીવજંતુઓ જેવા કે માખી, મચ્છર વગેરેનો ઉપદ્રવ વધવા સાથે ઋતુજન્ય બીમારીઓના સંક્રમણ વધારો થશે તેવી ભીતિ સેવાઇ રહી છે.

ગઇકાલે સવારથી જ સમગ્ દિવસ દરમ્યાન ગાંધીનગરના આકાશમાં વાદળો જોવા મળ્યાં હતા અને ઠંડા પવનની લહેરખીઅો સતત વહેતી રહી હતી. મોડી સાંજે શહેરમાં ક્યાંક ક્યાંક છુટાછવાયા વરસાદી છાંટા પણ પડ્યાં હતાં. રાત્રે આશરે સાડા દસ વાગ્યા પછીના સુમારે શહેરમાં અચાનક વરસાદ વરસવો શરૂ થઇ ગયો હતો અને લગભગ અડધો પોણો કલાક ભારે ગાજવીજ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામી હતી. અષાઢ માસની જેમ વિજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદને પગલે સમગ્ વાતાવરણમાં ચોમાસાનો માહોલ છવાયો હતો.

અેક તરફ નોવેલ કોરોના કોવિદ-૧૯નાં સંક્રમણની દહેશત સાથે લૉકડાઉનની સ્થિતિમાં ઉનાળાની ગરમીની કાગડોળે વાટ જોઇને બેઠેલા નાગરિકોમાં નિરાશા પ્રસરવા પામી હતી. આ વરસાદને કારણે શહેરમાં અનેક ઠેકાણે પાણીના ખાબોચિયાં ભરાઇ ગયાં છે જેમાં આગામી દિવસોમાં રોગજન્ય જીવ-જંતુઓનો ઉપદ્રવ વધે તેવી શક્યતા જોવાઇ રહી છે. જો અેવું થાય તો શહેરીજનો વાઇરલ બિમારીઓનો ભોગ બની શકે છે અને તેમની રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડી શકે છે. જો અા પરિસ્થિતિ સર્જાશે તો કોરોના વાઇરસના સંક્મણને પણ નાથવું અેક પડકાર બની જશે. શહેરના સફાઇ તંત્રઅે શહેરમાં ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીનો સત્વરે નિકાલ કરવો જરૂરી છે અને તે સાથે ગંદકીની સફાઇ કરી જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવો પડશે.

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.