ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી સંસ્થા એવી “વિજ્ઞ્નેશ્વરી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા લોક પ્રેરણા પૂરી પાડતી “દિકરી દેવો ભવ” ના નામની એક નવી યોજના થકી સમૂહ લગ્નની જગ્યાએ દિકરીના પરિવારને અનુકૂળ હોય તે તારીખે તેના લગ્ન વિના મુલ્યે કરાવી આપવા માટેની યોજના અંતર્ગત ગત શુક્રવારે પ્રથમ લગ્ન યોજાયા હતા
માણસા શહેર ના મકાખાડ રોડ પર આવેલ આનંદી માં ના વડલે દિકરી દેવો ભવ ની યોજના અંતર્ગત દિકરી જીગીશા અને મિલાપ કુમારના લગ્ન યોજાયા હતા જેમાં સંસ્થા દ્વારા સુંદર રીતે જાનનું આગમન થતાં તેનું સ્વાગત કરવામાં આવ્યું અને બાદમાં ઘરે જ રીતે પ્રસંગ યોજાય તે પ્રમાણે તમામ વિધિ પૂર્ણ કરી સુંદર સજાવેલી ચોરીમાં વર કન્યાના લગ્ન અને ફેરા ફેરવવામાં આવ્યા હતા અને વર પક્ષના જાનૈયાઓ મને કન્યાપક્ષના મહેમાનોને મીઠાઈ સહિતનું ભોજન પણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ કરિયાવર સ્વરૂપે દિકરીને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે દિકરીને આશીર્વાદ આપવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશભાઈ વ્યાસ ના આમંત્રણને માન આપી ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ખાસ હાજર રહ્યા હતા અને એક ઉમદા ઉદાહરણ સ્વરૂપ “મંગલ ભવન અમંગલ હારી દિકરી મારી દિલથી પ્યારી” એવી સુંદર આરતી ઉતારવામાં આવી હતી અને છેલ્લે જાન વિદાય થતા તમામ ની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા
આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અને આ યોજના અંતર્ગત સર્વ પ્રથમ લગ્નના યજમાન તરીકે કન્યાદાન નો લાભ લેનાર દિનેશભાઈ વ્યાસ પરિવાર દ્વારા દીકરીને સુખી લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી અને આ યોજનામાં તમામ એવા જરૂરીયાતમંદ પરીવારોને દિકરીને આજ રીતે લગ્ન કરી આપવામાં આવશે અને તેના માટે યજમાની કરવા માટેના ૪૧ લગ્ન કરી શકાય તેટલા યજમાનો દ્વારા લાભ લેવા માટે નામ નોંધવામાં આવેલ છે તે ઉપરાંત આજે સમગ્ર લગ્ન વિધિ જોઈ મુખ્ય મહેમાન તરીકે આશીર્વાદ આપવા આવેલા જીતુભાઈ વાઘાણી દ્વારા પણ યજમાનની નોંધાવવામાં આવી હતી