ગાંધીનગર કુદરતી સૌંદર્ય સાથે વિકસેલું નગર છે આ શહેરમાં વિવિધ રૂપોમાં પ્રાકૃતિક સૌંદર્ય અનેક સ્વરૂપે ખીલી ઉઠે છે. દરેક મોસમમાં આ શહેરની પ્રાકૃતિક સુંદરતા અલગ રીતે જ નિખાર પામતી હોય છે. શહેરના માર્ગો પર જ્યારે જુદા જુદા રંગના ફૂલો ખીલી ઉઠે છે ત્યારે આ નજારો માણવા લાયક હોય છે. અા કારણથી જ ગાંધીનગર ફુલોની નગરી તરીકે પણ અોળખાય છે.
ઘણા પ્રકૃતિ પ્રેમીઓ આ નજારાને કેમેરામાં કેદ કરવા માટે તત્પર હોય છે હવે તો સામાન્ય નાગરિક પણ શહેરમાં ખીલી ઉઠતા વિવિધ રંગબેરંગી ફૂલો ને પોતાના સ્માર્ટફોનમાં ક્લિક કરી લેતાં જોવા મળે છે પરંતુ કોરોનાના શહેરને પગલે દેશભરમાં લાદવામાં આવેલા લૉક ડાઉનની સ્થિતિને કારણે આજે ગુજરાતના આ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પાટનગરના રાજમાર્ગો પર ખીલેલાં ફૂલ ફૂલોનો સુંદરતાનો નજારો જોવા કોઇ હાજર હોતું નથી.
શહેરમાં અત્યારે ઠેર ઠેર જુદા જુદા રંગના અતિ સુંદર પુષ્પો ખીલી ઉઠ્યા છે આ પુષ્પાને નિહાળવા માટે કોઈ પ્રકૃતિ પ્રેમી તેની આસપાસ જોવા મળતો નથી શહેરના નાગરિકો પણ આ મનભરીને આંખોમાં ભરી લેવાથી વંચિત રહી જવા પામ્યા છે. શહેરમાં અત્યારે ખોબલેને ખોબલે સૌંદર્ય ખીલી ઉઠ્યું છે પરંતુ આ સૌંદર્યની સરાહના કરનાર કોઇ કવિ કે કોઈ પ્રકૃતિ પ્રેમી નાગરિક ત્યાં જઈને તેને નિહાળી શકતો નથી તેવી સ્થિતિ કારોના વાઇરસને લીધે પેદા થવા પામી છે.