દુનિયાભરના દર્શકોને મોહિત કર્યા પછી યુએસ સ્ટંટ રાઈડિંગ ચેમ્પિયન અને રેડ બુલ એથ્લેટ આરોન કોલ્ટને અગાઉ ક્યારેય નહીં તેવી દિલધડક કુશળતાઓ શુક્રવાર, 21મી ફેબ્રુઆરી, 2020ના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે પ્રદર્શનમાં બતાવી હતી. આ સ્ટ્રીટ ફ્રીસ્ટાઈલર યુવાનો અને જોશીલા વિદ્યાર્થીઓ સાથે વાતો કરતો અને પ્રોફેશનલ સ્ટંટ રાઈડિંગ ચેમ્પિયન કઈ રીતે બની શકાય તે વિશે મૂલ્યવાન અંતદષ્ટિ પણ આપી હતી. રેડ બુલ એથ્લેટ મંગળવાર, 18મી ફેબ્રુઆરી, 2020ના રોજ અમદાવાદની ઈન્ડસ યુનિવર્સિટી ખાતે તેની કુશળતાઓ બતાવતો જોવા મળ્યો હતો.
રેડ બુલ એથ્લેટ અને સ્ટંટ રાઈડિંગ ચેમ્પિયન આરોન કોલ્ટોએ જણાવ્યું હતું કે અહીં ગુજરાતમાં વિશાળ દર્શકોનીસામે આ સ્ટંટ્સ
બતાવવાનું બહુ સારું લાગ્યું. મારા સ્ટંટ્સ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા તે જોઈને ખુશી થઈ. મને અહીં બહુ
મજા આવી અને ભારતમાં ફરી ટૂંક સમયમાં આવવા ઉત્સુક રહીશ.
આ રેડ બુલ એથ્લેટ આ સપ્તાહમાં અગાઉ છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી) ખાતે રોમાંચક સ્ટંટ્સ (બાઈક પર વ્હીલી અને સર્ફિંગ) કરતો પણ જોવા મળ્યો હતો. આરોન કોલ્ટન વિશે આરોન કોલ્ટને સ્ટ્રીટ ફ્રીસ્ટાઈલ, એએમએ પ્રો રોડ રેસિંગ અને એએમએ પ્રો ફ્લેટ ટ્રેક તેમ જ અમુક ડબ્લ્યુઓઆરસીએસ, સુપર મોટો અને મોટોક્રોસ રેસીસમાં સ્પર્ધા કરીને મોટરસાઈકલિંગની બધી શિસ્તોમાં બહુ આદર મેળવ્યો છે. આરોન 13 વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યાં સુધી તેની રાઈડિંગ કુશળતાએ તેને સ્ટ્રીટ ફ્રીસ્ટાઈલની સ્પર્ધામાં લાવી દીધો હતો, જે સાથે તે 15 વર્ષની ઉંમરે સૌથી યુવા એક્સડીએલ નેશનલ સ્ટંટ રાઈડિંગ ચેમ્પિયન બની ગયો હતો. આ પછી આરોને ઘણી બધી ચેમ્પિયનશિપ્સ જીતી છે. વર્સેટાઈલ એથ્લેટ તરીકે આરોને સન્માનિત કંપનીઓ અને સંસ્થાઓ સાથે દુનિયામાં સૌથી લોકપ્રિયમાંથી એક સ્ટ્રીટ ફ્રીસ્ટાઈલ રાઈડર તરીકે પોતાની કારકિર્દીમાં ઉત્ક્રાંતિ લાવવાનું ચાલુ રાખ્યું છે.