સાંપ્રત સમયમાં ટેકનોલોજીનો અભ્યાસકીય પ્રવ્રુતિઓમાં આયોજનપૂર્વક સમન્વય કરાવવાના હેતુથી બાપુ ગુજરાત નોલેજ વિલેજની સંલગ્ન સંસ્થા શંકરસિંહ વાઘેલા બાપુ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં ગુજકોસ્ટની સહાયથી તા. ૧૮-૦૨-૨૦૨૦ અને ૧૯-૦૨- ૨૦૨૦ ના રોજ રાષ્ટ્રીય લેવલ નો ટેકફેસ્ટ , ‘ટેકવિડન-૨૦૨૦’ ના શીર્ષક હેઠળ યોજાયો હતો. આ ‘ટેકવિડન-૨૦૨૦’ માં અનેક ટેકનીકલ અને નોન-ટેકનીકલ ઇવેન્ટ યોજાઈ હતી. તા. ૧૮-૦૨-૨૦૨૦ ના રોજ નોન-ટેકનીકલ ઇવેન્ટ જેવી કે કલે-મોડેલીંગ, લીબક્વેસ્ટ, એસે- રાઈટીંગ અને સોચ કી ખોજ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જયારે ૧૯-૦૨-૨૦૨૦ ના રોજ મોડેલ-શોકેઝ, પોસ્ટર પ્રેઝેનટેશન, શેરલોક કોડ, સ્ક્રીબલ હન્ટ, ટેકનીકલ ગેમ્સ, રોબો રેસ, બ્રીજ ઈટ, વિડીઓ ક્વેસ્ટ, ટ્રેક ઇન, ટ્રાનઝીયન્ટ, ડીજી ટ્રિક, લેન ગેમિંગ, વગેરે જેવી ઇવેન્ટ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા બાપુ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના દરેક ડીપાર્ટમેન્ટ જેવા કે મીકેનીકલ, કોમ્પ્યુટર, આઈ.ટી, સિવિલ, ઈલેક્ટ્રીકલ, ઈ.સી. અને સાયન્સ એન્ડ હ્યુંમાંનીટીસના વિદ્યાર્થીઓએ અને ગાંધીનગર જિલ્લાની વિવિધ ઈજનેરી કોલેજના
વિદ્યાર્થીઓએ ભાગ લઇ પોતાનામાં રહેલી ટેકનીકલ ક્ષમતા અને જ્ઞાનનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર ;ટેકવિડન-૨૦૨૦; સંસ્થાના ડાયરેક્ટર પ્રો. રવિ કુમાર અને કોલેજના પ્રિન્સીપાલ ડૉ. કિંજલ અધવર્યુના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રોફેસર પાર્થિવ ત્રિવેદી, નેહલ જોષી અને મૌલિક પટેલ દ્વારા સફળતા પૂર્વક આયોજન કરવામા આવ્યુ હતું, જયારે ડૉ. અંકિત શાહ, ડૉ.લોકેશ ગગનાની અને પ્રો. મિત્તલ પટેલ તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ સાથે મળી કાર્યક્રમના સફળ સંચાલન માટે જહેમત ઉઠાવી હતી.
‘ટેકવિડન-૨૦૨૦’ના સફળ આયોજન અને સંચાલન બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, શ્રી ભરતસિંહ વાઘેલા અને શ્રી નીલરાજસિંહ વાઘેલાએ સમગ્ર સ્ટાફ મિત્રોને અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.