નેહરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર સંચાલિત કાશ્મીરી યુથ એક્સચેન્જ પ્રોગ્રામનો આરંભ યુથ હોસ્ટેલ ખાતે ૨૪મી ફેબ્રુઆરીથી
કરવામાં આવ્યો છે. ૨૯મી સુધી આ કૅમ્પ કાયમ રહેશે. કૅમ્પનો ઉદ્ઘાટન સમારોહ આર્મંિાતો અને કૅમ્પમાં સામેલ યુવાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના ઇન-ચાર્જ ડિરેક્ટર મનીષા શાહ, નોડલ આૅફિસર રજનીકાન્ત સુથાર, ડેપ્યુટી ડિરેક્ટર પવન અમરાવત શિવદયાળ શર્મા, જમ્મુ- કાશ્મીરના શાંતિ સૈનિક સ્વામી વિશ્વ આનંદ, નેશનલ યુથ ઍવોર્ડી અને ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર કાર્તિક પટેલ, જશંવતભાઈ ગાંધી, સ્પોટ્ર્સ યુનિવર્સિટીના પ્રાફેસર ડા. સુધીર શર્મા, સુપ્રિ. ઇજનેર ઍમ ઍ પટેલ, યુવા સંયોજક ભારતી મોગરા, જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર બી એમ શાહ અને હસમુખ મેકવાન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત અને કાશ્મીરના યુવાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. મનીષાબેન શાહ અને રજનીકાન્ત સુથાર દ્વારા આવકાર પ્રવચન આપવામાં આવ્યું હતું. સ્વામી વિશ્વ આનંદના હસ્તે મંગલ દીપના પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કશ્યપ નિમાવત અને ઋત્વી પટેલ દ્વારા, આભાર દર્શન પવન અમરાવત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કૅમ્પ દરમિયાન કાશ્મીરના યુવાઓ વિવિધ બૌદ્ધિક ર્સામાં ભાગ લઈ રહ્યા છે અને અમદાવાદ, ગાંધીનગરનાં જાવાલાયક સ્થળોની મુલાકાત પણ લઈ રહ્યા છે.