યોગર્ટ (દહીં)માં કેલ્શિયમ, વિટામીન ડી અને વિટામીન એ ભરપૂર માત્રામાં છે. તે પ્રો બાયોટિક હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે. સ્વાસ્થ્ય માટે યોગર્ટ ખૂબ લાભદાયી છે. ચાહે સલાડ સાથે ખાઓ, રાઈતું બનાવીને ખાઓ કે ફ્રૂટ સ્મૂધી બનાવીને ખાઓ, યોગર્ટ સ્વાસ્થ્ય અને સાથે સુંદરતા બન્નેને નિખારશે.