કારેલા ખાવાએ બહુ જ ગુણકારી છે, કોઈને કોઈ રીતે કારેલા તો ખાવા જ જોઈએ. તો આજે આપણે બનાવીએ એકદમ ફટાફટ બની જાય અને ટેસ્ટી લાગે તેવી વાનગી ડ્રાય કાજુ કારેલા.
જરૂરી સામગ્રી:
૨ ચમચી તેલ
૧ કપ કાજુ
રાઈ
જીરું
હિંગ
આદુ,લસણ,લીલામરચાની પેસ્ટ
મીઠો લીમડો
મીઠું
હળદર
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી ધાણાજીરું
અડધી ચમચી ગરમ મસાલો
ગોળ
રેસિપી:
સૌથી પેલા એક કડાઈમાં તેલ નાખી કાજુ નાખવું તેનો કલર ચેન્જ થાય પછી કાજુને નીકાળી લેવાનું તેના પછી રાઈ, જીરું, હિંગ નાખવું તેના પછી આદુ, લસણ, લીલામરચાની પેસ્ટ નાખવાની અને મીઠો લીમડો નાખવાનો. કરેલાના બીને કાઢી લઈને તેને રાઉન્ડ સેફમાં કટ કરીને કડાઈમાં નાખવાના તેના પછી મીઠું નાખીને મિક્સ કરીને તેને ઢાંકી દેવાનું અને કારેલાને સોફ્ટ થવા દેવાના તેને સોફ્ટ થતા ૮-૧૦ મિનિટ જેટલો ટાઈમ લાગે છે.
હવે આપણે તેમાં મસાલો કરીશું સૌથી પહેલા હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મિક્સ કરી દો. હવે તેમાં ગોળ નાખી ૩-૪ મિનિટ સુધી મીડીયમ ગેસ પર રાખવાનું અને તેમાં તળેલા કાજુ નાખી દેવાના.
સૌજન્ય: રસોઈની રાની
ઇમેજ: ગુગલ