ફેસલિફ્ટએ હમણાંજ નવી શોધાયેલી પદ્ધતિ છે જેને ‘મોલ્ડિંગ માસ્ક’ના નામથી ઓળખાય છે. આ એક રીતનું ‘ઈન્સ્ટન્ટ ફેસલિફ્ટ’ છે. આ પદ્ધતિમાં એવી રીતે કરવામાં આવે છે કે જેમાં કેમિકલ્સ લગાડી કરચલીવાળી ત્વચા પર મસાજ કરવામાં આવે છે. જ્યારે આ પદ્ધતિ દ્વારા એક જ વારમાં ત્વચા પહેલાં જેવી મુલાયમ અને યુવાન બની જાય છે અને વર્ષો સુધી એવીજ રહે છે.
જે લોકો તેની સારવાર કરાવે છે તે લોકોને ૧૦ દિવસ સુધી ચહેરા પર સારવાર કરવામાં આવે છે. સારવાર દરમિયાન ૩ અલગ માસ્ક લગાવવાં આવે છે. જેનાથી ચહેરા પરની કરચલીઓ અને ડાઘ દૂર થઇ જાય છે.આ પદ્ધતિથી ત્વચા મુલાયમ બને છે. બીજા દસ વર્ષ સુધી એવીજ રહે છે.
મોલ્ડિંગ માસ્ક એક બહુ અસરકારક ફેસલિફ્ટ છે.તેમાં કોઈપણ જાતનું ઓપરેશન કરવામાં આવતું નથી. મોલ્ડિંગ માસ્ક સારવાર ત્રણ તબક્કાથી કરવામાં આવે છે તેમાં થોડા સમય દરમિયાન ચહેરા પર રાસાયણિક પીલ માસ્ક લગાવવામાં આવે છે. આ પીલ માસ્ક લગાવવાથી ચહેરાની ચામડી એક બીજા સાથે જોઈન્ટ રહે છે. ત્યારબાદ સ્લિક સ્ટ્રિપ્સનું માસ્ક લગાવવામાં આવે છે. પ્લાસ્ટિકના આવરણ જેવું આ માસ્ક ૪૮ કલાક સુધી ચહેરા પર લગાવવામાં આવે છે. અને આ માસ્ક આંખ, નસકોરાં અને હોઠ પર લગાવવામાં આવતું નથી. ચહેરા પર ખેંચીને પાટા બાંધવામાં આવે છે આ આ પદ્ધતિથી ચહેરા પર સોજો આવી જાય છે. આ પદ્ધતિ દરમિયાન સ્ટ્રોથી પ્રવાહી જ લઈ શકાય છે. બીજું કશું ખાઈ શકાતું નથી.
‘મોલ્ડિંગ માસ્ક’એ સર્જરી કરતાં સારું છે. કારણ કે ઓપરેશન દરમિયાન ખોટી જગ્યાએથી ત્વચા કાપવામાં આવે તો તેના ડાઘ જતા નથી. જ્યારે આ પદ્ધતિમાં આવું થતું નથી. ૪૮ કલાક પછી ચહેરા પર આયોડિન પાઉડર માસ્ક લગાવવામાં આવે છે. આ માસ્ક એક અઠવાડિયા સુધી રાખવાનો હોય છે, જેથી ચહેરો સહી સલામત રહે છે. આયોડિન પાઉડર માસ્કને કાઢીને ચહેરા પર ક્રીમ માસ્ક લગાવવામાં આવે છે. માસ્ક ઉતાર્યા પછી વેસેલિન ઓઈલ લગાવવામાં આવે છે એની ઉપર એક પેસ્ટ ચોપડામાં આવે છે જે ૧૨ કલાક સુધી રાખવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ચહેરો ચમકીલો થાય છે.ત્વચા એક-બીજાથી જોઈન્ટ થઈ જાય છે. ચહેરા પર રોજ નવો ગ્લો આવે છે.
આ પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી શું સાવધાની રાખવાની છે તો સૌથી પહેલા ફેસલિફ્ટ કરાવ્યા પછી ચહેરાની કાળજી આપણે પેલાની જેમ કરી શકીએ છીએ. એક મહિના સુધી ચહેરાના સ્નાયુઓને વધારે હલનચલન ના કરવું. આ રીતે ઓપરેશન વગર સહેલાઈથી ધીરજપૂર્વક સુંવાળી અને સુંદર ત્વચા બની જાય છે.
સૌજન્ય:ગુજરાત સમાચાર
ઇમેજ: ગુગલ