રમેશ પોખરિયાલએ ભારતીય લેખક, કવિ અને રાજકારણી છે, જે હાલમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી તરીકે કાર્ય કરે છે. વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૧ માં તેઓ ઉત્તરાખંડના ૫મા મુખ્યમંત્રી રહી ચૂકયા છે. તેઓ રવિવારના રોજ ગાંધીનગરના કેન્દ્રીય વિધાલય સંગઠન સેક્ટર -૩૦ ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમને કેન્દ્રીય વિદ્યાલયને શુભેચ્છા પાડવી હતી કે વિધાલયના વિદ્યાર્થોઓ ખુબ આગળ વધે અને તેમની ખુબ પ્રગતિ થાય .તેની સાથે તેઓએ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કર્યો હતો. તેઓ મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંગના ૭માં અધિવેશનમાં હાજર રહ્યા હતા. તેમને જણાવ્યું કે ૨૫મી ડિસેમ્બર અટલ બિહારી વાજપાઇના જન્મદિવસે દેશમાં નવી શિક્ષણ નીતિ ને અમલમાં મુકવા માટે પ્રધાનમંત્રીને પ્રસ્તાવ કર્યો છે.૧૯૮૬ પછી પહેલીવાર ભારતમાં નવી શિક્ષણ નીતિ લાગુ પડે તે માટે પ્રસ્તાવ મુક્યો છે.