આપણા ચહેરા પર ખીલ આપણી ઉમર વધવાના કારણે થતા જોવા મળે છે , પેરિઓડમાં હોય તો પણ થતા જોવા મળે છે , તેલ લાગવાના કારણે પણ અમુક લોકોને ખીલ થતા હોય છે તેમજ વધુ પ્રમાણમાં તેલવાળું ખાવાથી અથવા તો તીખું ખાવાથી પણ થતા જોવા મળે છે બીજા ઘણા કારણો થી થતા જોવા મળે છે
ખીલની સમસ્યાથી બચવા માટે આપણે જમવામાં તેલ, ખટાશ, ઘી, ચા, બરફ, કોફી, ગરમ મસાલા વગેરે ઓછા પ્રમાણમાં ખાવું જોઈએ તેમજ તમે ટામેટાના રસનો ઉપયોગ ફ્રેશ પર કરી શકો છો. સ્નાન કર્યા પહેલા ફ્રેશ પર મુલતાની માટી લઇ તેમાં હળદર અને જવનો લોટ ઉમેરીને પેસ્ટ બનાવી ફ્રેશ પર લગાવવું તેમજ તલના તેલ અને સરસવના તેલથી દરરોજ માલિશ કરવી જોઈએ રાતના સૂતી વખતે દૂધને બદલે ફળ ખાવા જોઈએ , તમે તુલસના પાનના રસમાં મધ ભેળવીને પણ લગાવી શકો છો અજમાને વાટી અને તેમાં દહીં ભેળવાવું પછી ફ્રેશ પર લગાવવું ખીરાના રસને ચહેરા પર લગાવવું કે જે ફ્રેશ પર થતી કરચલી અને ખીલ બંને માટે ઉપયોગી છે. તમે ચણાના લોટ લઈને તેમાં હળદર, ગાજર-ટામેટાનો રસ બધું મિક્સ કરીને પેસ્ટ બનાવીને ફ્રેશ પર લગાવી શકો છો
સૌજન્ય : સહિયર