બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની પ્રિય પુત્રી સુહાના ખાન બોલિવૂડમાં પ્રવેશ કરે તે પહેલાં જ તમામ અભિનેત્રીઓને પુરી ટક્કર આપી રહી છે. લંડનની આર્ડલીંગ કોલેજમાં ભણવાની સાથે સુહાનાએ તેના ક્લાસના મિત્રો સાથે મળીને એક શોર્ટ ફિલ્મ બનાવી છે. સુહાનાની શોર્ટ ફિલ્મનું નામ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’ છે. આ ફિલ્મનું નિર્દેશન પણ સુહાનાના ક્લાસમેટ દ્વારા કરવામાં આવ્યું છે.
સુહાનાના મિત્રએ હાલમાં જ તેની શોર્ટ ફિલ્મનું ટીઝર તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. ફિલ્મના ટીઝરમાં સુહાનાના શાનદાર અભિનયથી ચાહકો એકદમ પ્રભાવિત થયા છે. ટીઝરમાં સુહાના ફિલ્મના હીરો સાથે કારમાં મુસાફરી કરતી અને તેના મૅલ એક્ટર સાથે વાત કરતી જોવા મળી રહી છે. ટીઝરના દરેક શોટમાં તેના એક્સપ્રેશન ખુબ પ્રભાવિત કરે તેવા છે. તેની એક્ટિંગથી સુહાનાએ સૌકોઈને તેના ફેન્સ બનાવી દીધા છે.
ફિલ્મના ટીઝરને શેર કરતી વખતે સુહાનાના મિત્રએ કૅપ્શન લખ્યું હતું કે, ‘પહેલી વાર હું મારી શોર્ટ ફિલ્મ ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુનું ટીઝર શેર કરી રહ્યો છું. ફિલ્મ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ ફિલ્મની રિલીઝ તારીખ હજી નક્કી થઈ નથી. હું તમારા સપોર્ટ માટે તમારો આભાર માનું છું. ત્યાં સુધી હું આશા રાખું છું કે તમે આ નાનકડું ટીઝર એન્જોય કરશો.’ (image-google)