ચુલબુલ પાંડે પછી, સુપરસ્ટાર સલમાન ખાન ફરીથી “ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપ: રાધે” માં પોલીસની વર્દી પહેરી ધમાલ મચાવવા તૈયાર છે. જેનું શૂટિંગ 4 નવેમ્બરથી શરુ થશે. અહેવાલો મુજબ સોહેલ ખાને ફિલ્મ માટે “ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપ: રાધે” ટાઇટલનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે, જે ૨૦૨૦ની ઈદ પર રિલીઝ કરવામાં આવે તેવી સંભાવના છે.
જોકે સલમાનની તરફથી હજુ કોઈ ઑફીશીઅલ જાહેરાત કરવામાં આવી નથી તેમ છતાં હાલમાં જ પ્રસારિત થયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ 4 નવેમ્બરના રોજ ઓન ફ્લોર જશે.આ ફિલ્મનું નિર્દેશન “દબંગ 3” ના નિર્દેશક પ્રભુદેવા કરશે અને કહેવાશે ખબરો અનુસાર આ ફિલ્મ 2017ની કોરિયન ફિલ્મ “ધ આઉટલોઝ”પરથી બનાવવામાં આવશે. આ ફિલ્મની કહાની એક પોલીસ અધિકારીની હશે, જેને શહેરમાં વધી રહેલા અંડરવર્લ્ડ ગેંગના ઝગડાઓને ખતમ કરવાની કામગીરી સોંપવામાં આવે છે.
જણાવી દઈએ કે સલમાને હાલમાં જ “દબંગ 3″નું શૂટિંગ પૂરું કરી લીધું છે, જેમાં સોનાક્ષી સિંહા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ, મહેશ માંજરેકરની પુત્રી સાઈ માંજરેકર અને પંકજ ત્રિપાઠી પણ મહત્વની ભૂમિકામાં છે.