રણવીર સિંહના કાર માટેના શોખથી તો સૌકોઈ પરિચિત જ છે. તેના આ જ શોખને અલગ લેવલે લઇ જવા તેણે હાલમાં જ lamborghini ખરીદી છે. રણવીર ગુરુવારે તેની નવી કાર lamborghini Urus માં જોવા મળ્યો હતો. તે બાંદ્રામાં એક ટેસ્ટ ડ્રાઇવ માટે નીકળ્યો હતો. રણવીર પોતે જ કાર ચલાવી રહ્યો હતો. તેની આ શાનદાર કારની કિંમત 3 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રણવીર સિંહ પોતાની લાલ કલરની નવી શાનદાર કારને લઈને ખુબ ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. તેણે કાર સાથે મેચિંગ લાલ ટોપી પણ પહેરી હતી. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે રણવીર સિંઘને હજી સુધી તેની કારનો રજિસ્ટ્રેશન નંબર મળ્યો નથી. જણાવી દઈએ lamborghini Urus ભારતમાં એક સફળ મોડેલ રહી છે. તાજેતરમાં lamborghiniએ ભારતમાં Urus મોડલની 50 કારની ડિલિવરી કરી હતી. આ સાથે જ urus એ 12 મહિનાની સૌથી ઝડપથી 50 ડિલિવરી પુરી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
રણવીર સિંહના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીયે તો રણવીર સિંહ હાલમાં ફિલ્મ 83 નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મમાં તે કપિલ દેવનું પાત્ર ભજવતો જોવા મળશે. જ્યારે તેની પત્ની દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં કપિલ દેવની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. લગ્ન પછી દીપિકા અને રણવીરની આ પહેલી ફિલ્મ હશે.