સલમાન ખાન ફરીથી દબંગ બનીને પરત ફરી રહ્યા છે ત્યારે હવે દબંગ ૩ નું પ્રખ્યાત ગીત ‘હુડ હુડ દબંગ’ પણ રિલીઝ થઇ ગયું છે. પરંતુ આ ગીતમાં એક ટ્વિસ્ટ છે, આ ટ્વિસ્ટ એ છે કે હાલમાં આ ગીત ઓડિયો વર્ઝન માં લોન્ચ કરવામાં આવ્યું છે. દર્શકો એ આ ગીતમાં સલમાન ખાનને જોવા માટે હજુ થોડી રાહ જોવી પડશે. સલમાન ખાન સહીત ફિલ્મની પુરી કાસ્ટ આ ગીતને પોતાના સોશિઅલ મીડિયા એકાઉન્ટ્સ પર શેયર કર્યું છે.
આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હવે રિલીઝ થવાને માત્ર 50 દિવસ જ બાકી છે. તેવા સમયમાં દબંગ 3 ના નિર્માતાઓ ફિલ્મ પ્રત્યે દર્શકોનો ઉત્સાહ જાળવવામાં કોઈ કસર નથી છોડી રહ્યા.
‘હુડ હુડ દબંગ’ ગીતના ગાયકો શાબીબ સબરી, દિવ્ય કુમાર અને સાજીદ છે. જયારે સંગીત સાજીદ-વાજીદનું છે. ફિલ્મના તમામ ગીતો મ્યુઝિક પાર્ટનર ટી-સિરીઝ દ્વારા રિલીઝ કરવામાં આવશે. આ રીતે ફિલ્મ રિલીઝના 50 દિવસ પહેલા ફિલ્મના ટાઇટલ સોન્ગનું ઓડિયો વર્ઝન લોન્ચ કરીને નિર્માતાઓએ ફિલ્મના પ્રમોશનની એક અનોખી રીત અપનાવી છે.
(સૌજન્ય:indiatoday)