fbpx

જીન્સ પસંદ કરતી વખતે મોટાભાગના છોકરાઓ કરે છે આ ભૂલો, પણ તમે ધ્યાન રાખો

જીન્સ હવે લગભગ તમામ ઉંમરના લોકોની પસંદગી બની ચુકી છે. પરંતુ જો આપણે છોકરાઓ વિશે વાત કરીએ, તો પછી મોટા ભાગે છોકરાઓ જિન્સ પસંદ કરતી વખતે અમુક ભૂલો કરે છે,જેના લીધે તેઓ સ્ટાઈલિશ જીન્સ માં પણ બિલકુલ ફેશનેબલ નથી લગતા. તમે પણ આવી ભૂલો ના કરો તેના માટે અમે લઈને આવ્યા છીએ એવી ફેશન ટિપ્સ કે જેનાથી તમે એક દમ કૂલ અને સ્ટાઇલિસ્ટ લાગશો.

1. જો તમારી લંબાઈ વધારે છે અથવા તમારું શરીર પાતળું છે તો તમારે વધારે ટાઈટ જીન્સ પહેરવાનું ટાળવું જોઈએ. આનાથી તમે વધારે પાતળા અને લાંબા લાગશો. માટે આ બાબતનું ધ્યાન રાખવું.

2. જીન્સ જોડે તમે ટી-શર્ટ કે શર્ટ ગમે તે પહેરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે અગર તમે ફિટનેસ બાબતે એટલા સજાગ નથી તો તમે શર્ટ પહેરવાનું વધારે રાખો. અને અગર તમે ટી-શર્ટ પહેરો છો તો થોડી લૂઝ ટી-શર્ટ પહેરો અને તેને ટક-ઈન ન કરો.

3. અમુકપુરુષો એંકલ લેન્થ જીન્સ ખરીદે છે પરંતુ ઘણી વખત તેમના એંકલ લેન્થ જીન્સની લંબાઈ તેમના એંકલ કરતા વધારે નીચી કે વધારે ઊંચી હોય છે. તે તમારા લૂકને બગાડે છે. માટે ધ્યાન રાખો કે એંકલ લેન્થ જીન્સ બરાબર તમારા એંકલ પર જ આવવું જોઈએ, ના એંકલની બહુ ઉપર કે ના બહુ નીચે.

4. આજ કલ ના છોકરાઓ નેરો ફિટ જીન્સ પસંદ કરે છે. માટે જીન્સ જો થોડું લાબું હોય તો તેઓ તેને નીચેથી ફોલ્ડ કરી દે છે નહીંતર એને એમને એમ રહેવા દે છે જેના લીધે તેના નીચે રિંગ્સ બની જાય છે. પરંતુ હવે રિંગ્સની કે ફોલ્ડ કરવાની ફેશન નથી. જો તમારે જીન્સ લાબું હોય કે વધારે નેરો જોઈતું હોય તો તેને ઓલ્ટર કરાવી દો.

5. જીન્સના શેડની વાત કરીયે તો દિવસે લાઈટ શેડના જીન્સ અને રાત્રે કે સાંજે ડાર્ક શેડના જીન્સ પહેરવા જોઈએ.

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.