બોલિવૂડ દિવા કરીના કપૂર આજે પોતાનો 39મો જન્મદિવસ માનવી રહી છે. તેણે તેના દીકરા તૈમુર, પતિ સૈફ અને બહેન કરિશ્મા સહિતના પરિવારના અન્ય સભ્યો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી.
જેનો એક વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં કરીના કપૂર બર્થડે કેક કાપી રહી છે. આ વીડિયોમાં સૈફ અલી ખાન કરીના કપૂરની પાછળ ઉભા જોવા મળી રહ્યો છે. તે પણ પોતાની પત્નીના બર્થડે પર ખુબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. કરીના કપૂરની બહેન કરિશ્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ સેલિબ્રેશનનો વિડિઓ અને અમુક ફોટોસ અપલોડ કર્યા છે. જે ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે.
https://www.instagram.com/p/B2pLp3fF1Qk/
કરીના કપૂર ફિલ્મી પડદે ઘણી આઇકોનિક ભૂમિકાઓ ભજવવા માટે ખુબ પ્રખ્યાત છે, જ્યારે વાસ્તવિક જીવનમાં પણ તે એક સારી માતા અને પત્નીની ભૂમિકા ઉત્તમ રીતે નિભાવી રહી છે. તેણે તેના અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચેનું સંતુલન ખુબ સારી રીતે જાળવી રાખ્યું છે, જેના લીધે તેણે એક આદર્શ પત્ની અને માતાનું ટેગ પણ આપવામાં આવે છે.
https://www.instagram.com/p/B2qUVxVF5GA/
https://www.instagram.com/p/B2qUfvAF92G/