Xiomi 29 ઓગસ્ટે Redmi Note 8 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. આની સાથે સાથે તેની સબ-બ્રાન્ડ રેડ્મી દ્વારા Redmi Tv અને Redmibook 14 પણ લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ પહેલા કંપનીએ Redmi Note 8 અને Redmi Note 8 Proના અમુક ફીચર્સ વિશે માહિતી આપી દીધી છે. જો કે,હમણાં મળેલી એક માહિતી અનુસાર આ બંને સ્માર્ટફોનના ભાવ લીક થઇ ગયા છે. ઉપરાંત તેના વેરિએન્ટસ વિશે પણ માહિતી બહાર આવી છે.
Redmi Note 8 અને Redmi Note 8 Proના ભાવ એક ચીની લીકસ્ટાર દ્વારા લીક કરવામાં આવ્યા છે. જેમાં મળેલી જાણકારી અનુસાર, Redmi Note 8 Pro બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે – 6GB રેમ +128GB સ્ટોરેજ અને 8GB રેમ+ 128GB સ્ટોરેજ. લિક અનુસાર, Redmi Note 8 Proનાં 6GB રેમ મોડેલની કિંમત લગભગ 18,000 રૂપિયા અને 8GB રેમ મોડેલની કિંમત 21,000 રૂપિયા હશે. Redmi Note 8Pro માં 4,500 MAhની બેટરી સાથે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હશે.
બીજી તરફ, Redmi Note 8 ની વાત કરીએ તો, લિક મુજબ Redmi Note 8 ની પ્રારંભિક કિંમત લગભગ 12,000 રૂપિયા હશે. આ ફોન 4GB રેમ + 64GB સ્ટોરેજમાં લોન્ચ થશે. હાલમાં જ લીક્સ્ટર દ્વારા ફક્ત એક જ વેરિઅન્ટની જાણકારી આપવામાંઆવી છે પરંતુ કદાચ આ ફોનનો બીજો વેરિએન્ટ પણ લોન્ચ થઈ શકે છે.
લોન્ચિંગ પહેલા જ Redmiએ પણ આ આગામી સ્માર્ટફોન વિશે ઘણી માહિતી જાહેર પણ કરી છે. કંપનીએ કન્ફોર્મ કર્યું છે કે Note 8 માં સ્નેપડ્રેગન 665 પ્રોસેસર મળશે, જે હમણાં જ લોન્ચ થયેલા MiA 3 માં પણ આપવામાં આવ્યું છે. તે સિવાય Redmi Note 8 Proમાં MediaTek Helio G90Tપ્રોસેસર આપવામાં આવશે. કેમેરાની વાત કરીયે તો Note 8 માં 48MP પ્રાઈમરી રીઅર કેમેરો અને Note 8Proમાં 48MP પ્રાઈમરી કેમેરો મળશે.
(Image-google)