શ્રાવણ માસ આવી ગયો છે સાથે સાથે ઘણા લોકોના ઉપવાસ પણ ચાલુ થઇ ગયા છે. અગર તમે પણ એમના એક છો તો એકનું એક ફરાળી ખાઈને તમે પણકંટાળી ગયા હશો. તો આજે અમે લઈને આવ્યા છીએ તમારા માટે સ્વાદિષ્ટ ફરાળી નો ખજાનો.
હા, ગાંધીનગરમાં એક એવા પિતા-પુત્રની જોડી છે જે છેલ્લા ૧૧ વર્ષથી ઉપવાસ કરનારા લોકોની ખુબ મનપસંદ છે, તેંનું કારણ એ છે કે આ પિતા-પુત્ર શ્રીજી ફરાળી સેન્ટર ખાતે એક દમ સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ બનાવે છે. જેને ખાવા માટે લોકોની ખુબ ભીડ ઉમટી પડે છે. અહીંયા ફરાળી સાબુદાણાની ખીચડી સહિત ટેસ્ટફુલ ફરાળી પાત્રા, ફરાળી ખમણ, ફરાળી ગોટા, ખીચું જેવી ખુબ જ લાજવાબ વસ્તુઓ મળે છે.
જો તમારે પણ ઉપવાસ હોય અને તમે સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાના શોખીન હોવ તો લાયન્સ ગરબા ગ્રાઉન્ડની સામે, સેક્ટર 11માં આવેલ શ્રીજીની ફરાળી વસ્તુઓ ખાવાનો એકવાર લ્હાવો લેજો અને ખાસ શ્રીજીની પ્રખ્યાત ‘સાબુદાણા ખીચડી’ ખાવાના ચુકતા નહી. શ્રીજીની ફરાળી વસ્તુઓ સોમવાર થી શનિવાર સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી મળે છે.
તો અગર તમારે પણ ઉપવાસ છે તો તમે પણ સેક્ટર ૧૧ ખાતે આવેલ શ્રીજીની એક વાર જરૂરથી મુલાકાત લો અને ત્યાંની પ્રખ્યાત ફરાળી વસ્તુઓનો લ્હાવો જરૂરથી લો.
અગર તમારે આ વિષે વધારે માહિતી જોઈએ છે કે તમારે કોઈ ઓર્ડર આપવો છે તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો
કિરીટભાઈ 7623811241, કાનજીભાઈ 99240 35054
https://mytro.in/2019/05/father-and-son-of-gandhinagar-serving-delicious-farari-khichadi-khichu/