fbpx

૭ વર્ષના બાળકે લખ્યો તેમના માતા-પિતાને પ્રેમપત્ર, જુઓ આખી વિગત

આજકાલની દોડધામ ભરી જિંદગીમાં જ્યાં માતા પિતા પોતાના બાળકોને સમય નથી આપી શકતા ઉપરાંત બાળકો પણ માતાપિતા સાથે વધારે જોડાયેલા નથી હોતા ત્યાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે એક આદર્શ ઉદાહરણ છે કે પેરેન્ટ્સ અને બાળકો વચ્ચેનું બોન્ડિંગ કેવું હોવું જોઈએ. છે એક ૭ વર્ષના દિશાનની.

દિશાન હાલ ધોરણ ૩માં ભણે છે. આટલી નાની ઉંમરમાં પણ તે તેના માતા-પિતાના પ્રેમને કેટલો સમજે છે તે જોઈને તેના માતા-પિતા સહીત સૌ ચકિત થઇ ગયા છે. વાત એમ છે કે દિશાનએ તેના માતા-પિતાને એક પ્રેમપત્ર લખ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે તેના માતા-પિતા તેના માટે શું શું કરે છે અને તેના માતા-પિતા તેને કેટલો પ્રેમ કરે છે. તેના આ પ્રેમપત્રને જોઈને તેના માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. પોતાનું સંતાન તેમના પ્રેમની આટલી કદર કરતો હોય તેનાથી વિશેષ એક માં-બાપ માટે શું હોઈ શકે. જુઓ દિશાનનો તેના માતા-પિતા માટે લખેલો પ્રેમપત્ર..

                     

MyGandhiangar સાથે વાત કરતા દિશાનનાં પિતા ચૈતન્યભાઇએ જણાવ્યું હતું કે તે દિશાનનું હોમવર્ક જોવા માટે તેની નોટબૂક તપાસતા હતા ત્યારે તેમણે આ પત્ર જોયો. પત્ર વાંચવાની સાથે જ તે ગદ્દગદ્દ થઇ ગયા. તેમણે તેમની પત્નીને પણ આ પત્ર બતાવ્યો. આ પત્ર જોઈને તેઓને એહસાસ થયો કે તેઓ તેમના પુત્રને સમય નથી આપી શકતા. છતાં તેમનો પુત્ર તેમના દરેક પ્રયાસની કેટલી કદર કરે છે. આ પછી તેઓએ નક્કી કર્યું કે હવે તેઓ પોતાના પુત્રના જોડે ખુબ સમય વિતાવશે. અને તે દરેક માંબાપને પણ એ જ સંદેશ આપવા માંગે છે કે પોતાના સંતાનોને સમય આપો, કારણ કે તમારું બાળક બધું જ સમજે છે અને તેને તમારા સ્નેહ અને સમયની ખુબ જરૂર છે.

વધુમાં તેઓએ કહ્યું કે દિશાન નાનપણથી જ ખુબ સમજદાર છે. તે હંમેશા બીજાને ખુશ કરવાના પ્રયાસો કરતો રહે છે. માટે જ તેણે નાનપણથી નક્કી કરી લીધું છે કે તે મોટો થઈને IPS ઓફિસર બનવા માંગે છે. જેથી તે દેશની અને લોકોની સેવા કરી શકે. પોતાના દીકરાની આવી વાતો સાંભળીને તેની માતા ઉન્નતિ બારોટ ખુશીથી સમાતા નથી. તેમનું કહેવું છે કે તેમને તેમના પુત્ર પર ખુબ જ ગર્વ છે અને તેમને વિશ્વાસ છે કે તે મોટો થઈને તેનું સપનું જરૂરથી સાકાર કરશે. આમ માતા-પિતા માટે આવો ખુબ સ્નેહભર્યો પ્રેમપત્ર લખીને દિશાનએ સૌને ખુશીથી ચોંકાવી દીધા છે.

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.