સવારે બધા ચાલવા જવું પસંદ કરે છે ને ચાલવાથી ઘણા ફાયદાઓ પણ થાય છે. આ લાભ તનથી લઈને મસ્તિષ્ક સુધી થાય છે. સારા સ્વાસ્થ્યમાટે દરરોજ ચાલવું જરૂરી છે, પરંતુ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી વધારે ફાયદા થાય છે. નિયમિત ઘાસ પર ૨૦થી ૩૦મિન્ટ ચાલવા થી ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ. સવાર-સવારમાં જે વાતાવરણનો અહેસાસ થાય છે તે આત્મિક શાંતિ પ્રદાન કરે છે. સવારે ઘાસની ઠંડકને લીધે આરામની અનુભૂતિ થાય છે. આ ઉપરંત સવારે ફ્રેશ ઓક્સિજન મળે છે. સવારના તડકામાં ભરપૂર વિટામિન-D હોય છે., જે ખુબ જરૂરી છે.
ઘણા લોકોને જલ્દી પગમાં સોજા આવી જાય છે. આ ઉપરાંત ઉંમર વધે એટલે પગમાં સોજા આવવા લાગે છે. લીલા ઘાસ પર નિયમિત ચાલવાથી ઓક્સિજનયુક્ત બ્લડ તમારા શરીરમાં યોગ્ય રીતે ફરતું રહે છે, તેથી પગમાં સોજો નથી આવતો. આપણા પગમાં અને હાથમાં ઘણા પોઇન્ટ આવેલા હોય છે તેમાંથી એક આન્ખમાટેનું પ્રેશર પોઇન્ટ હોય છે. ઘાસ પર સવારે ખુલ્લા પગે ચાલવાથી પગના અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે પ્રેસર આવવાથી આંખોને ફાયદો થાય છે. એવું માનવામાં આવે છે કે લીલા રંગની વસ્તુઓ જોવાથી આંખની તેજસ્વીતા વધે છે એ જ પ્રમાણે ઘાસના લીલા રંગને જોવાથી આંખને રાહત અને ઠંડક મળે છે. તેથી સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખનું તેજ વધે છે. જો કોઈની આંખો નબળી હોય તો રોજ સવારે ઘાસ પર ચોક્કસ ચાલવા જવું જોઈએ.
નિયમિત ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી દુખાવો ઓછો થાય છે અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારાક સાબિત થાય છે. દરરોજ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી પગના ખાસ એક્યુપંક્ચર પોઇન્ટ ઉત્તેજિત થાય છે, જે આપણાં શરીરની નર્વસ સિસ્ટમમાં સુધારો લાવે છે. ઊંઘ ન આવવાના રોગને અનિદ્રા કહેવાય છે. આ રોગમાં માણસને પૂરતી ઊંઘ નથી આવતી. ઘાસ પર ખુલ્લા પગે ટહેલવાથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. સાંજના સમયે જો તમે દરરોજ 15 મિનિટ ઘાસ પર ચાલવાથી માનસિક રીતે રાહત મળે તથા રાત્રે ઊંઘ સારી આવે છે.