ઈન્ડિયન ટેલિવિઝનનો સૌથી પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હવે પોતાનો પ્રભાવ ગુમાવી રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા આ શોએ ટીવીની દુનિયામાં એક અલગ જ મુકામ હાંસલ કર્યો છે. આ શોનાં દેરક કેરેક્ટરે લોકોના માનાસપટ પર એક ઊંડી છાપ છોડી છે.
પરંતુ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ચાર્મ ધીરે ધીરે ઘટી રહ્યો છે. માહિતી પ્રમાણે હાલમાં શોની પોપ્યુલારિટી ફીકી પડી ગઈ છે. શોમાં ચાલી રહેલો પ્લોટ ફેન્સને પ્રભાવિત કરવામાં અસફળ પૂરવાર થઈ રહ્યો છે. આ સાથે જે શોની TRPમાં ઘટાડો નોંધાયો છે.