વડાપ્રધાન મોદીની ‘શિવ સાધના’
લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથના દર્શને પહોંચ્યા છે. અહીં PM મોદીએ ભોળાનાથની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ત્યારબાદ PMએ ત્યાં હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ. PMએ ત્યાં વિકાસકાર્યોનું પણ નિરીક્ષણ કર્યું. PM બાબા કેદારનાથના સાનિધ્યમાં આજે રાત્રિ રોકાણ કરશે. PM કેદારનાથની ગુફામાં સાધના કરવા બેઠા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુફામાં ધ્યાન કરવા બેઠા છે તે ગુફાનું જિલ્લા અધિકારી અને પોલીસ વડાએ ગુફાનું નિરક્ષણ કર્યું. ગુફામાં તમામ પ્રકારની વ્યવસ્થા છે. વડાપ્રધાનના રાત્રિ રોકાણની તમામ પ્રકારની તૈયારીઓ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.
જણાવી દઈએ કે રવિવારે વડાપ્રધાન મોદી બદ્રીનાથના દદર્શને જશે.