ગઢચિરોલી: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ કરેલા હુમલામાં 16 જવાન શહીદ થયા છે. નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં ક્વિક રિસ્પોન્સ ટીમને લઇ જઇ રહેલ વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે તથા કાવતરાખોરોને નહીં છોડવામાં આવે તેમ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઢચિરોલી મહારાષ્ટ્રનો ગાઢ જંગલ વિસ્તાર છે અને નક્સવાદથી પ્રભાવિત પણ છે. માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીઓમાં થઇ રહેલા સારા મતદાનને કારણે નક્સલીઓ નારાજ છે.