fbpx

ડોહળાઈ રહી છે ગાંધીનગરની શિસ્તતા, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય તો મહાનગરપાલિકાના આંખ આડા કાન

ગાંધીનગરના પોશ વિસ્તાર રિલાયન્સ સર્કલ પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કેટલાક લોકોએ સ્વચ્છ અને સુંદર ગાંધીનગરની પરિભાષા જ જાણે બદલીનાખી છે તે આ તસવીરમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. ત્યારે આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ કન્સ્યૂમર વેલ્ફેર કમિટિ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યુ છે.

હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ,બેન્કેટહોલ વગેરે જેવી બધી જ સુવિધા ધરાવતા આ વિસ્તારમાં હાલ ગંદકીના ઢગ જોવા મળે છે. પાનમસાલા ખાઈને લોકો અહીં પિચકારીઓ મારીને જતા રહે છે. પાનમસાલાની પિચકારીઓથી લાલ થયેલી દિવાલો જોયા છતાં મહાનગરપાલિકા જાણે આંખ આડા કાન કરી રહી હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે mygandhinagar.in સાથે વાત કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ કન્સ્યૂમર વેલ્ફેર કમિટિના એક ઉચ્ચ અધિકારી દિપક વ્યાસ જનરલ સેક્રેટરી સેન્ટ્રલ ગુજરાત EXCLUSIVE માહિતી આપી હતી કે આ વિસ્તારમાં આવેલા સ્ટોર્સમાં કામ કરતા વરર્ક્સ રાત્રે સ્ટોરમાં જ રહે છે. તેમજ નશો કરતા હોવાનું પણ સામે આવ્યું છે. ગાંધીનગરની શિસ્તતા ભંગ થઈ રહી છે.

ખાસ કરીને રાધે સ્ક્વેરમાં સૌથી વધુ ગંદકીનું સામ્રાજ્ય છે. અહીંના ભોયરામાં તમામ હોટલોનું ગંદુ પાણી રેડવામાં આવે છે. પરિણામે ભોયરાના કાર પાર્કિંગમાં અત્યંત દુર્ગંધથી લોકો પરેશાન બન્યા છે. આ ઉપરાંત પ્રમુખ આર્કેડ અને પ્રમુખ આર્કેડ-2 બંનેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાનની દુકાનો હોવાથી લોકો પાનમસાલા ખાઈને જ્યાં ત્યાં પિચકારીઓ મારે છે. એટલુ જ નહીં શહેરનો ધબકતો વિસ્તાર કુડાસણ સુરક્ષાની દ્રષ્ટિ શૂન્ય છે તેમ કહી શકાય. અહીં જાહેર માર્ગો પર ન તો સ્ટ્રીટ લાઈટ્સ છે કે ન CCTV કેમેરા. અધુરામાં પુરૂ ફાયર સેફ્ટીનો પણ અભાવ હોવાથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યાં છે.

આ તમામ બાબતો ગ્રીન ગાંધીનગરની ઓળખ પર કલંક સમાન છે. ત્યારે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ કન્સ્યૂમર વેલ્ફેર કમિટિએ કરેલી રજૂઆત અંગે ગાંધીનગર મહાનગરપાલિકા કેટલી ઝડપે નિરાકરણ લાવશે તે જોવુ રહ્યું. દિપક વ્યાસ (જનરલ સેક્રેટરી સેન્ટ્રલ ગુજરાત) એ જણાવ્યું હતું કે ગાંધીનગરની સફાઈ અને સ્વચ્છ બનાવા ફૂડ એન્ડ ડ્રગ્સ કન્સ્યૂમર વેલ્ફેર કમિટિ ગ્રાહક કલ્યાણ સમિતિ GMC અને  FDC વિભાગ ની સાથે છે. અમારા પોસ્ટ અધિકારી તમારી મદદ માં હમેશ તૈયાર છીએ.

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.