ગાંધીનગર: ચોમાસાની ઋતુમાં વરસાદ ઓછો પડવાને કારણે તથા અસહ્ય ગરમી અને પાણીની તંગીના કારણે આ વખતે ગાંધીનગર જિલ્લામાં ઉનાળું વાવેતરમાં ઘટાડો થયો છે. આ વર્ષે જિલ્લામાં 35 હજારના બદલે માત્ર 26 હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયુ છે. જેમાં 16 હજાર હેક્ટરમાં ઘાસચારો, 4 હજાર હેક્ટરમાં શાકભાજી તથા 5 હજાર હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ આ વખતે ઉનાળામાં 26 ટકા વાવેતર ઘટ્યુ છે.