એશિયાના જ્યોતિ પુંજ ‘બુદ્ધ’
બુદ્ધ પૂર્ણિમાને ભગવાન ગૌતમ બુદ્ધની જયંતી તરીકે ઉજવવામાં આવે છે. બુદ્ધ ભગવાન બૌદ્ધ ધર્મના સંસ્થાપક હતા. ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ પૂર્વ 563 વચ્ચે શાક્ય ગણરાજ્યનું તત્કાલીન પાટનગર કપિલવસ્તુ જોડે લુંબિની,નેપાળમાં થયો હતો. બુદ્ધને એશિયાના જ્યોતિ પુંજ કહેવામાં આવે છે. માન્યતા છે આ જ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આથી આ દિવસને વૈશાખ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળવામાં આવે છે.
બૌદ્ધ ધર્મના લોકો આ દિવસની ઉજવણી ખુબ જ ધામ ધૂમ પૂર્વક કરે છે. બુદ્ધિઝમ ફોલો કરનારાઓ ચીન,જાપાન, કોરિયા, થાઈલેન્ડ, કંબોડિયા, શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને ભારત જેવા કેટલાય દેશમાં વસે છે. વાત કરીએ શુભ મુહૂર્તની તો 18 મે,2019 સવારે 4 વાગ્યાથી લઈને આવતી કાલે એટલે કે 19 મે,2019ના રોજ સવારે 2 કલાક 41 મિનિટ સુધીનો મુહૂર્ત શુભ છે.
માન્યતા છે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે. તેમજ આ જના દિવસે ગરીબોને કપડા અને અન્નનું દાન કરવાનું પણ ખુબ જ મહત્વ છે.