નવી દિલ્હી: જો તમે વનપ્લસનો ફ્લેગશિપ સ્માર્ટફોન oneplus 6T ખરીદવા માંગો છો તો એમેઝોન પર આ ફોન આગામી 4 થી 7 મે સુધી ચાલનારા સમર સેલમાં 9 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો કે એમેઝોનના પ્રાઇમ મેમ્બર્સ 3 મે થી આ સેલનો લાભ લઇ શકશે. હાલ oneplus 6Tની કિંમત 41999 છે પરંતુ એમેઝોન પર સેલમાં આ ફોન 9 હજારના ડિસ્કાઉન્ટ પર મળશે. આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મળે છે.