ગાંધીનગર: માર્ચ 2019માં ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરીણામ આગામી 21 મે ને મંગળવારના રોજ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન મુકાશે. વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ તે જ દિવસે તેમની શાળામાંથી સવારે 11 થી 5 વાગ્યા સુધી મેળવી શકશે.