ચૈત્રી સુદ પૂર્ણિમાએ પવનપુત્ર હનુમાનજી ના જન્મદિન તરીકે ઉજવામાં આવે છે.એવા માં ગાંધીનગરના પવિત્ર યાત્રા ધામમાના એક ડભોડિયા હનુમાનજી મંદિર માં ભવ્યરીતે જન્મદિવસ ઉજવામાં આવશે.૧૯ તારીખે શુક્રવારના દિવસે ૧૫૧ કિલો કેકે કાપી તેમજ ૧૧૧૧ ડબ્બા તેલ નો અભિષેક કરવામાં આવશે.હનુમાન જ્યંતીની ઉજવણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ,સવારના ૫:00 વાગે મારુતિ યજ્ઞ નો પ્રારંભ કરાશે,તેમજ ૮:૩૦ કલાકે ડભોડિયા દાદાને ૧૧૧૧ ડબ્બા તેલ નો અભિષેક કરવામાં આવશે ત્યારબાદ ૯:૩૦ કલાકે ભવ્ય શોભા યાત્રા બેન્ડબાજા સાથે નીકાળવામાં આવશે.તેમજ ૧૧:૪૫ એ ધજારોહણ કરશે અને ૧૨:૦૦ ના ટકોરે ૧૫૧ કિલો કેકે કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે …તો આ રીતે હનુમાનજયન્તિ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.